આજે આપણે વાત કરવાના છીએ આપણા પાડોશી દેશ પાકિસ્તાનના કિંગ ગણાતા બાબર આઝમની. બાબર આઝમ પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન છે, અને તેની ગણતરી વિશ્વના ટોચના બેટ્સમેનોમાં થાય છે. બાબર આઝમનો જન્મ 15 ઓક્ટોબર 1994ના રોજ પાકિસ્તાનના લાહોરમાં એક પંજાબી મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ આઝમ સિદ્દીકી છે અને માતાનું નામ અજ્ઞાત છે. તેમનો એક નાનો ભાઈ છે, જેનું નામ સફિર આઝમ છે. બાબરને બાળપણથી જ ક્રિકેટમાં રસ હતો. તેમણે તેમના પિતરાઈ ભાઈ અને પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર કામરાન અને ઉમર અકમલથી પ્રેરિત થઈને ક્રિકેટને પોતાના કરિયર તરીકે પસંદ કર્યું. ક્રિકેટ પ્રત્યેના જુસ્સા અને સખત મહેનતના કારણે બાબર આઝમ પોતાનું કરિયર બનાવવામાં સફળ રહ્યા.